દિવાળીના પછીના દિવસ ને ‘બેસતું વર્ષ ' કહેવામાં આવે છે , આ દિવસ 'કારતક સુદ એકમ' નો દિવસે હોય છે. આને નવું વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે . ગુજરાતીમાં જે રીતે મહિનાના પ્રથમ દિવસ ને પડવો અને બેસતો મહિનો કહેવાય છે તે જરીતે વર્ષ ના પ્રથમ દિવસને ‘ બેસતું વર્ષ ‘ કહેવાય છે . અ દિવસ થી ' વિક્રમ સવંત ' નું વર્ષ ચાલુ થાય છે . આ દિવસે ગોવર્ધન પૂજા અને મંદિરો માં ભગવાન ને અન્નકૂટ અર્પણ કરવામાં આવે છે . અ નવા વર્ષની સવાર નું આગમન કઇક અલગ જ હોય છે , જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હોય છે . બધા લોકો એકબીજાને પગે લાગે છે , આશીર્વાદ લે છે અને પાછલા વર્ષમાં થયેલ ભૂલોને માફ કરીને આગળ વધે છે . આ દિવસે લોકો નકારાત્મક વિચારોનો ત્યાગ કરે છે અને નવા વર્ષ નું પોઝીટીવ વિચારોથી આગમન કરે છે . આ દિવસે ખુશીઓ સાથે અહંકારને હટાવીએ મીઠાઈ ઓ ઓથી મોઢું મીઠું કરીને મનાવાય છે . આમાં લોકો પોતાના ઘરો સજાવે છે , એકબીજાને કાર્ડ આપી શુભેચ્છાઓ પાઠવે છે અને લોકો ઉપહાર પણ આપે છે . આ દિવસે પણ દિવાળીના દિવસ ની જેમ એકબીજા
Arjun Vadher : Free Blogger Politician & Indian Festival